રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઇમિગ્રૅશન ઍન્ડ ફૉરેનર્સ બિલ 2025 અને બૉયલર બિલ 2024ને મંજૂરી આપી છે. બૉયલર બિલનો ઉદ્દેશ બૉયલરનું નિયમન કરવાનો અને વરાળ બૉયલર વિસ્ફોટના જોખમથી જીવન અને મિલકતની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. આ કાયદાથી 100 વર્ષ જૂના બૉયલર અધિનિયમ 1923 રદ થઈ ગયો છે. આ કાયદો દેશભરમાં બૉયલરોના ઉત્પાદન, સ્થાપન અને ઉપયોગ દરમિયાન નોંધણી અને નિરીક્ષણ પ્રક્રિયાઓમાં એકરૂપતા પૂરી પાડે છે.
જ્યારે ઇમિગ્રૅશન ઍન્ડ ફૉરેનર્સ બિલ 2025નો ઉદ્દેશ ઇમિગ્રેશન કાયદાને આધુનિક બનાવવાનો છે. તે પાસપૉર્ટ, મુસાફરી દસ્તાવેજો, વિઝા અને નોંધણીના સંદર્ભમાં કેન્દ્ર સરકારને કેટલીક સત્તાઓ પ્રદાન કરવાની જોગવાઈ કરે છે. આ બિલ કાયદાની વિવિધતાને ટાળવા માટે લવાયું છે.
Site Admin | એપ્રિલ 5, 2025 2:28 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઇમિગ્રૅશન ઍન્ડ ફૉરેનર્સ બિલ 2025 અને બૉયલર બિલ 2024ને મંજૂરી આપી.
