રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદ-2025નું ઉદ્ઘાટન કરશે. બે દિવસીય આ પરિષદમાં પર્યાવરણીય નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને કાર્યકરોને મહત્વપૂર્ણ પર્યાવરણીય મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક મળશે. આ પરિષદનું આયોજન રાષ્ટ્રીય હરિત ટ્રિબ્યુનલ-NGT દ્વારા કરવામાં આવી રહ્યું છે.આ પરિષદમાં પર્યાવરણ સામેના પડકારો પર ચર્ચા કરવા માટે ચાર મુખ્ય ટેકનિકલ સત્રો યોજાશે, જેમાં આબોહવા પરિવર્તન, પ્રદૂષણ નિયંત્રણ, જૈવવિવિધતા સંરક્ષણ અને ટકાઉ વિકાસનો સમાવેશ થાય છે. આ સત્રોનો ઉદ્દેશ્ય ભારત અને વૈશ્વિક સ્તરે પર્યાવરણીય ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ ક્ષેત્રોમાં અર્થપૂર્ણ સંવાદ અને સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.
Site Admin | માર્ચ 29, 2025 9:02 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદ-2025નું ઉદ્ઘાટન કરશે.
