રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ- AIIMS ના 49મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું. રાષ્ટ્રપતિએ કહ્યું કે, એઈમ્સ એક એવી સંસ્થા છે જેણે આરોગ્યસંભાળ, તબીબી શિક્ષણ અને જીવન વિજ્ઞાન સંશોધનમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીને વિશ્વભરમાં પ્રતિષ્ઠા મેળવી છે.
શ્રીમતી મૂર્મુએ કહ્યું કે છેલ્લાં 69 વર્ષોથી, એઈમ્સ મૂલ્યો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને કારણે સમયની કસોટી પર ખરી ઉતરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે એઈમ્સના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વિવિધ ટોચની હોસ્પિટલો અને મેડિકલ કોલેજોનું નેતૃત્વ કરી રહ્યા છે.
Site Admin | માર્ચ 21, 2025 7:14 પી એમ(PM) | રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ- AIIMS ના 49મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું
