રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે સ્વસ્થ સમાજ સુનિશ્ચિત કરવામાં ડોકટરો અને સંશોધકોની મોટી ભૂમિકા છે.પંજાબના ભટિંડા ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના-AIIMSના પ્રથમ પદવીદાન સમારોહને સંબોધતા, શ્રીમતી મુર્મુએ AIIMS ના ડોકટરોને અપીલ કરી કે તેઓ કૃષિ અને પર્યાવરણીય નિષ્ણાતો સાથે પરામર્શ કરીને સંશોધન કરે જેથી સ્વસ્થ જીવનશૈલી અને સારી ખેતી પદ્ધતિઓ અંગે જાગૃતિ આવે. તેમણે જણાવ્યું કે લોકોને માદક પદાર્થના વ્યસનથી થતા શારીરિક અને માનસિક નુકસાનથી વાકેફ કરવા જોઈએ.
રાષ્ટ્રપતિ મુર્મુએ આધ્યાત્મિક અને સામાજિક સંગઠનો સાથે મળીને જનજાગૃતિ અભિયાન ચલાવવાની પણ હિમાયત કરી. સમારોહમાં, રાષ્ટ્રપતિએ નવા સ્નાતક થયેલા ડોકટરોને મેડલ અને ડિગ્રીઓ અર્પણ કરી.