રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં ‘નારીશક્તિથી વિકસિત ભારત’ વિષય પર યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાના પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સુશ્રી મુર્મૂએ તમામ મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું, “સ્વાવલંબી, સ્વાભિમાની, સ્વતંત્ર અને સશક્ત મહિલાઓના આધારે જ વિકસિત ભારતનું નિર્માણ થઈ શકશે.”
સુશ્રી મુર્મૂએ મહિલાઓને આગળ વધવામાં યોગ્ય વાતાવરણ પૂરું પાડવા સમાજને અનુરોધ કર્યો હતો. દરમિયાન સુશ્રી મુર્મૂએ પોતાની સંઘર્ષગાથા પણ રજૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ પરિષદ પછી ઉચ્ચ સ્તરની પૅનલ ચર્ચા અને ત્રણ ટૅક્નિક સત્ર યોજાશે, જેમાં મહિલા અને બાળવિકાસ રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
Site Admin | માર્ચ 8, 2025 1:58 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, “સ્વાવલંબી, સ્વાભિમાની, સ્વતંત્ર અને સશક્ત મહિલાઓના આધારે વિકસિત ભારતનું નિર્માણ થઈ શકશે.”
