રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ ‘વિવિધતાના અમૃત મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું. આ મહોત્સવનો ઉદ્દેશ રાષ્ટ્રપતિ ભવનને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનું કેન્દ્ર બનાવવાનો છે.
સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું છે કે આ આવૃત્તિમાં, પાંચસોથી વધુ કારીગરો અને વણકરો પરંપરાગત હસ્તકલા અને હાથવણાટનું પ્રદર્શન કરશે. આ મહોત્સવ દક્ષિણ ભારત પર કેન્દ્રિત છે, જેમાં લક્ષદ્વીપ અને પુડુચેરી તેમજ પાંચ રાજ્યો – કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. ચારસોથી વધુ કલાકારો દક્ષિણ ભારતના લોક અને શાસ્ત્રીય નૃત્ય અને સંગીત રજૂ કરશે. આ મહોત્સવ ૯ માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.
Site Admin | માર્ચ 5, 2025 7:17 પી એમ(PM) | રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ ‘વિવિધતાના અમૃત મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું
