PREZ DHOLAVIRA
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કચ્છના ખડીર બેટ સ્થિત પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી. ધોળાવીરાના ગ્રામ પંચાયતના સરપંચ જિલુભા સોઢાએ રાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત કરતા પારંપરિક કચ્છી શાલ ભેટ આપી હતી. જિલુભા સોઢાએ રાષ્ટ્રપતિશ્રીની મુલાકાતથી ધોળાવીરાના પર્યટન ઉદ્યોગને નવી દિશા મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
(બાઇટ : જિલુભા સોઢા, સરપંચ)
શ્રીમતી મુર્મુએ પ્રાચીન માનવ સભ્યતાના તબક્કાવાર વિકાસ તેમજ શ્રેષ્ઠ નગર આયોજન વિશે જાણકારી મેળવી હતી. મુલાકાત દરમિયાન શ્રીમતી મુર્મુએ હડપ્પન સંસ્કૃતિ, રહેણીકરણી, મહાનગરમાં જળસંગ્રહ તથા નિકાલની અદ્ભુત વ્યવસ્થા તેમજ વિશાળ દીવાલો વિશે વિગતવાર માહિતી મેળવી હતી. મુલાકાતના અંતમાં રાષ્ટ્રપતિશ્રીએ ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.