રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગઇકાલથી ચાર દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે સવારે મુર્મૂએ નર્મદાના એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લઈ સરદાર પટેલની પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરી હતી. આ અગાઉ સાગબારા અને તિલકવાડાના આદિવાસી ભાઈ-બહેનોએ મેવાસી અને હોળી નૃત્ય જેવા પરંપરાગત નૃત્ય દ્વારા મુર્મૂનું સ્વાગત કર્યું હતું.દરમિયાન મુર્મૂને પ્રદર્શન કક્ષની મુલાકાત દરમિયાન લોહપુરુષ સરદાર પટેલના સંઘર્ષ અને યોગદાનની વિગત અપાઈ હતી.આ ઉપરાંત રાષ્ટ્રપતિએ વ્યૂઈંગ ગૅલરીમાંથી સરદાર સરોવર, નર્મદા બંધ અને વિધ્યાંચલ-સાતપુડા ગિરિમાળાનું સૌંદર્ય પણ નિહાળ્યું હતું.રાષ્ટ્રપતિએ જંગલ સફારી દરમ્યાન એકતાનગરમાં વન્યજીવોની મુલાકાત લીધી. આ ઉપરાંત તેમણે એકતા કૌશલ્ય વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી અને તાલીમાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.મુર્મૂ આજે અમદાવાદની રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થા-N.I.D.ના 44મા પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ (વૉઈસકાસ્ટઃ અપર્ણા ખુંટ)
Site Admin | ફેબ્રુવારી 27, 2025 1:56 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
