રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના બાગેશ્વર ધામ ખાતે સમૂહ લગ્ન સમારોહમાં હાજરી આપશે. આ પ્રસંગે રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવ, પ્રસિધ્ધ ક્રિકેટરો, કલાકારો સહિતનાં મહાનુભાવો પણ હાજર રહેશે.
રાષ્ટ્રપતિ આજથી ચાર દિવસ ગુજરાતનાં પ્રવાસે આવશે. સુશ્રી મુર્મૂ આજે સાંજે નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેશે. અહી પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા સુશ્રી મુર્મૂનું સ્વાગત કરાશે. તેઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં વ્યૂઈંગ ગૅલેરી, પ્રદર્શનકક્ષ, લાઈટ ઍન્ડ સાઉન્ડ શૉ નીહાળશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતીમાં પણ સહભાગી થશે.
સુશ્રી મુર્મૂ આવતીકાલે એકતાનગરમાં આવેલા આરોગ્યવન, મિયાવાકી ફૉરેસ્ટ, જંગલ સફારી, સરદાર સરોવર બંધ અને એકતા કૌશલ્ય વિકાસ કેન્દ્રની મુલાકાત લેશે. આ ઉપરાંત સુશ્રી મુર્મૂ આવતીકાલે અમદાવાદમાં રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થા- N.I.D.ના 44મા પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રપતિ 28 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી-NFSUના ત્રીજા દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે. એ જ દિવસે તેઓ ભુજના સ્મૃતિવન ભુકંપ સ્મારકની મુલાકાત લેશે.
ગુજરાત પ્રવાસનાં અંતિમ દિવસે 1 માર્ચે રાષ્ટ્રપતિ મુર્મુ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરાની મુલાકાત લેશે.
Site Admin | ફેબ્રુવારી 26, 2025 8:35 એ એમ (AM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ચાર દિવસ માટે ગુજરાતનાં પ્રવાસે આવશે.
