રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ રવિવારે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ મહોત્સવ-2025નું ઉદ્ઘાટન કરશે. આ મહોત્સવ લોકોને આદિવાસી સમુદાયોના ઉદ્યોગસાહસિકતા, હસ્તકલા, સંસ્કૃતિ અને ખોરાક અને વ્યાપારી જીવનનો પરિચય કરાવે છે. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા, આદિવાસી બાબતોના રાજ્યમંત્રી, દુર્ગાદાસ ઉઇકે એ જણાવ્યું હતું કે આ ઉત્સવ આદિવાસી કારીગરો અને ઉદ્યોગસાહસિકોને વિવિધ રાજ્યોના લોકોને તેમના ઉત્પાદનો અને રચનાઓ પ્રદર્શિત કરવાની તક પૂરી પાડે છે. તેમણે કહ્યું કે આ મહોત્સવમાં છસોથી વધુ આદિવાસી ઉદ્યોગસાહસિકો ભાગ લેશે.
શ્રી ઉઇકેએ જણાવ્યું હતું કે ઉત્સવ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે, જે આપણા દેશની એકતામાં વિવિધતાની ઝલક રજૂ કરે છે. નવ દિવસ સુધી ચાલનાર આ કાર્યક્રમ આ 24મી ફેબ્રુઆરી પૂર્ણ થશે.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 7:51 પી એમ(PM) | રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ રવિવારે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ મહોત્સવ-2025નું ઉદ્ઘાટન કરશે
