રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું. આગામી શુક્રવારથી 15 મી સપ્ટેમ્બર સુધી સામાન્ય જનતા અમૃત ઉદ્યાનની મુલાકાત લઈ શકશે. 29મી ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે ખેલાડીઓને આ બગીચાની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શાળા અને યુનિવર્સિટીના શિક્ષકોને પણ બગીચાની મુલાકાત લેવા માટે બોલાવવામાં આવ્યા છે.
અમૃત ઉદ્યાનની ટિકિટ રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ પરથી બુક કરી શકાશે.
Site Admin | ઓગસ્ટ 14, 2024 2:39 પી એમ(PM)