સંસદના બજેટ સંત્રનો આજે સવારે 11 વાગે રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે આરંભ થયો છે. રાષ્ટ્રપતિએ સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં કહ્યું કે, તેમની સરકાર દેશના વિકાસ અને લોકોના કલ્યાણ માટે અભૂતપૂર્વ ગતિએ કામ કરી રહી છે.
સરકારની વિવિધ યોજનાઓ પર પ્રકાશ પાડતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, દેશભરમાં 3 કરોડ વધારાના પરિવારોને નવા ઘરો પૂરા પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે 5 કરોડ આદિવાસી લોકોના ઉત્કર્ષ માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, તેમની સરકારે આયુષ્માન ભારત યોજના હેઠળ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય વીમો આપવાનો નિર્ણય લીધો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 31, 2025 2:42 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે સંસદના બજેટ સત્રનો આરંભ થયો
