ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 10, 2025 2:08 પી એમ(PM) | રાષ્ટ્રપતિ

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સમારોહમાં ભાગ લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ભુવનેશ્વરમાં ૧૮મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સમારોહમાં હાજરી આપશે. તેઓ સંમેલનમાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલા બિન-નિવાસી ભારતીયોને સંબોધન કરશે. સુશ્રી મુર્મુ વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા માટે પ્રવાસી ભારતીયોને ‘પ્રવાસી ભારતીય સન્માન’ પણ એનાયત કરશે. આ પુરસ્કાર બિન-નિવાસી ભારતીય અને ભારતીય મૂળના વ્યક્તિ દ્વારા સ્થાપિત અને સંચાલિત સંસ્થાને ભારતમાં અથવા વિદેશમાં અસાધારણ સામાજિક તથા માનવતાવાદી કાર્ય અને તેમના દેશમાં ભારતની પ્રતિભા વધારવા માટે કરેલા નોંધપાત્ર યોગદાન બદલ આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે.
બુધવારથી શરૂ થયેલા ૩-દિવસીય સંમેલનનો આજે અંતિમ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે આ સંમેલનનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ