રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પોતાનાં ગૃહરાજ્ય ઓડિશાનાં 2 દિવસના પ્રવાસે આજે ભુવનેશ્વર પહોંચ્યાં છે. બીજુ પટનાયક આંતર-રાષ્ટ્રીય હવાઈમથક પર રાષ્ટ્રપતિનું ઓડિશાના રાજ્યપાલ હરિબાબુ કંભમપતિ, મુખ્યમંત્રી મોહન ચરણ માઝી સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું.
રાષ્ટ્રપતિશ્રી આવતીકાલે 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. ભારત સરકાર અને ઓડિશા સરકાર દ્વારા સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ સંમેલનમાં અંદાજે 75 દેશના 6 હજાર જેટલા પ્રવાસી ભારતીય ભાગ લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા માટે ભારતીય પ્રવાસીઓના 17 પ્રતિષ્ઠિત સભ્યોને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર પણ એનાયત કરશે.
Site Admin | જાન્યુઆરી 9, 2025 7:23 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ