રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બેંગલુરુમાં નિમ્હાન્સના સુવર્ણ જયંતીની ઉજવણી પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.આ પ્રસંગે રાષ્ટ્રપતિ નવા મનોચિકિત્સા બ્લોક, સેન્ટ્રલ લેબોરેટરી સંકુલ અને હોસ્ટેલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે.ત્યારબાદ રાષ્ટ્રપતિ ઉત્તર કર્ણાટકના બેલગાવીમાં એક અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરશે.આ પ્રસંગે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા,પ્રહલાદ જોશી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
Site Admin | જાન્યુઆરી 3, 2025 2:19 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ