રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ,ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા વર્ષ 2025ના અવસરે લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ નાગરિકોને એક ઉજ્જવળ ભવિષ્ય બનાવવા સાથે મળીને કામ કરવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનઃરોચ્ચાર કર્યો હતો. ભારત અને વિશ્વ માટે વધુ સમાવેશક અને ટકાઉ ભવિષ્યની પણ સુશ્રી મુર્મૂએ પ્રાર્થના કરી હતી.
ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવા વર્ષને દેશની પ્રજાસત્તાક યાત્રામાં એક મહત્વનો વળાંક ગણાવ્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો કે, આ વર્ષ આપણા સંવિધાનની શતાબ્દીનો છેલ્લા ત્રિમાસિકમાં પ્રવેશનું પ્રતીક છે. તેમણે કહ્યું, આપણે વર્ષ 2047માં વિકસિત ભારતની દિશામાં આગળ વધીએ અને સંવિધાન નિર્માતાઓના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે ફરી સમર્પિત થઈ જઈએ તે સમય હવે આવી ગયો છે.
નવા વર્ષમાં નાગરિકોને સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાર્થના કરતા પ્રધાનમંત્રી મોદીએ આ વર્ષ તમામના જીવનમાં નવી તક, સફળતા અને અઢળક ખુશીઓ લાવશે તેવી આશા વ્યક્ત કરી હતી.
Site Admin | જાન્યુઆરી 1, 2025 2:23 પી એમ(PM) | રાષ્ટ્રપતિ