રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તિમોર લેસ્ટેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ કોલર ઑફ ઓર્ડર આપવામાં આવ્યો છે. તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ જોસ રામોસ હોર્ટાએ પાટનગર ડિલીમાં રાષ્ટ્રપતિ ભવનમાં શ્રીમતી મુર્મુને આ સન્માન આપ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રપતિ હોર્ટા અને પ્રધાનમંત્રી ગુસ્માઓ સાથે દ્વિપક્ષીય સહયોગ અંગે બેઠક કરી હતી.
બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં શ્રીમતી મુરમુએ કહ્યું કે ભારત અને તિમોર લેસ્તે વચ્ચે ગાઢ મિત્રતા અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા છે. જ્યારે રાષ્ટ્રપ્રમુખ હોર્ટાએ ભારતની લોકશાહી નીતિને બિરદાવતા IT ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રો અને ક્ષમતા નિર્માણમાં મદદ માટે અપીલ કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ પ્રધાનમંત્રી ગુસ્માઓ સાથે પ્રસાર ભારતી અને રેડિયો ટેલિવિઝન તિમોર લેસ્ટે વચ્ચે સહકાર, સત્તાવાર અને રાજદ્વારી પાસપોર્ટ ધારકો માટે વિઝા માફી અને સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમમાં સહકાર પર કરારની આપ લે કરીને દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 21 તોપોની સલામી મેળવીને ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે તિમોર પ્લાઝા હોટેલ ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. શ્રી વી.વી. ગિરીની જન્મજયંતિ પર તેમના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Site Admin | ઓગસ્ટ 10, 2024 2:07 પી એમ(PM)