રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વીર બાળ દિવસ પ્રસંગે નવી દિલ્હીમાં દેશના 17 બાળકોને તેમની વિશેષ સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા હતા. જેમાં અમદાવાદના યુવક ઓમ જિજ્ઞેશ વ્યાસનો સમાવેશ થાય છે. 17 વર્ષીય ઓમ દિવ્યાંગ છે, તેમને કળા તેમજ સંસ્કૃતિ ક્ષેત્રે આ પુરસ્કાર એનાયત કરાયો છે.
ઓમ વ્યાસ સેરેબ્રલ પાલ્સી એમઆર-90 ટકાથી પિડીત છે. તેમને સુંદરકાંડ અને ભગવદ્ ગીતા સહિત 5 હજારથી વધુ સંસ્કૃત શ્લોક કંઠસ્થ છે. અનેક પડકારો છતાં તેમણે સમગ્ર ભારતમાં 500થી વધુ સ્ટેજ શો કર્યા છે અને દિવ્યાંગજન તરીકે અનેક ભક્તિગીત પાઠ માટે રેકોર્ડ બુકમાં 18 નામાંકન પ્રાપ્ત કર્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓમ વ્યાસની સિદ્ધિઓની પ્રશંસા કરીને ગુજરાતનું ગૌરવ વધારવા માટે અભિનંદન પાઠવ્યા છે.
આ અંગે ઓમના પિતાએ આકાશવાણી સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યુઃ
Site Admin | ડિસેમ્બર 26, 2024 8:05 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ