રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે સાત શ્રેણીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા. ચૌદ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આ બાળકોને કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજ સેવા, રમતગમત અને પર્યાવરણ ક્ષેત્રે તેમની સિદ્ધિઓ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. દરેક એવોર્ડ વિજેતાને મેડલ, પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ વીર બાળ દિવસના અવસર પર સાહિબજાદાઓની બહાદુરી અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે આ દિવસ દર વર્ષે શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહના યુવાન પુત્રોના અજોડ બલિદાન અને હિંમતને માન આપવા માટે ઉજવવામાં આવે છે.
Site Admin | ડિસેમ્બર 26, 2024 7:43 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ