રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં 17 બાળકોને તેમની વિશેષ સિદ્ધિઓ બદલ સાત શ્રેણીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યાં હતાં. ચૌદ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના આ બાળકોને કળા અને સંસ્કૃતિ, વીરતા, નવીનતા, વિજ્ઞાન અને ટૅક્નૉલોજી, સામાજિક સેવા, રમતગમત અને પર્યાવરણ ક્ષેત્રમાં તેમની સિદ્ધિઓ બદલ આ સન્માન અપાયું છે. પુરસ્કાર વિજેતઓને ચંદ્રક, પ્રમાણપત્ર અને પ્રશસ્તિ પુસ્તિકા આપવામાં આવી હતી. બાળકોને શુભેચ્છાઓ પાઠવતા શ્રીમતી મુર્મૂએ કહ્યું કે, તેમની સિદ્ધિઓ દેશના નાગરિકોને પ્રેરણા પૂરી પાડશે.
(બાઈટઃ દ્રૌપદી મુર્મૂ, રાષ્ટ્રપતિ)
વીર બાળ દિવસ નિમિત્તે યોજાયેલા આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સાહિબઝાદાઓની વીરતા અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે, સિખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદ સિંહજીના યુવાન પુત્રોના બલિદાન અને સાહસ પ્રત્યે સન્માન વ્યક્ત કરવા દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
Site Admin | ડિસેમ્બર 26, 2024 2:07 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ