રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં અસાધારણ સિદ્ધિઓ માટે 17 બાળકોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત કરશે. 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના બાળકોને આ પુરસ્કારો 7 શ્રેણીમાં એનાયત કરાશે.
કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજ સેવા, રમતગમત અને પર્યાવરણમાં સિદ્ધિઓ માટે સરકાર બાળકોને બાળ પુરસ્કારથી સન્માનિત કરે છે. દરેક પુરસ્કાર મેળવનારને ચંદ્રક, પ્રમાણપત્ર અને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 26, 2024 8:59 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | India | newsupdate | રાષ્ટ્રપતિ | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ