રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાંચ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક કરી છે. મિઝોરમના રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિ હવે ઓડિશાના રાજ્યપાલ બનશે.
ઓડિશાના ગવર્નર રઘુબર દાસના રાજીનામા બાદ શ્રી કંભમપતિને ઓડિશાના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે. સિંહને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આરિફ મોહમ્મદ ખાનનું સ્થાન લેશે જેમને હવે બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
પૂર્વ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
Site Admin | ડિસેમ્બર 25, 2024 8:48 એ એમ (AM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ