રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પંચમહાલ જિલ્લાના વાવકુલ્લી-2 પંચાયતને દેશની સર્વશ્રેષ્ઠ “સુશાસનયુક્ત પંચાયત” તરીકેનો પ્રથમ પુરસ્કાર એનાયત કરાયો છે. “રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2024” અંતર્ગત દેશની અંદાજે એક લાખ 94 હજાર ગ્રામ પંચાયતના નૉમિનેશન પૈકી ઘોઘંબા તાલુકાની વાવકુલ્લી-2 પંચાયતની પસંદગી કરવામાં આવી હતી.
નવી દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રપતિશ્રીએ પુરસ્કાર એનાયત કરી પ્રથમ પુરસ્કાર તરીકે એક કરોડ રૂપિયાની રકમ ગ્રામ પંચાયતને આપી હતી. રાજ્ય સરકાર વતી અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિયા અને રાષ્ટ્રીય પંચાયત નૉડલ અધિકારીએ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે આ પુરસ્કાર સ્વીકાર્યો હતો.
Site Admin | ડિસેમ્બર 19, 2024 7:48 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ