રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ આફ્રિકન દેશોની મુલાકાતના બીજા દિવસે મલાવીમાં છે. સુશ્રી મુર્મુ આજે મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને વિવિધ મુદ્દે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠકો પણ યોજાશે. રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક અને સમાધિની પણ મુલાકાત લેશે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ ગઈકાલે સાંજે એક સામુદાયિક કાર્યક્રમમાં ભારતીયમૂળના લોકો સાથે વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિએ ભારતીય સમુદાયને ભારતના દૃષ્ટિકોણમાં સક્રિય ભાગીદાર બનવા વિનંતી કરી હતી.
Site Admin | ઓક્ટોબર 18, 2024 9:25 એ એમ (AM) | રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરા સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે
