રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજથી ન્યૂઝીલેન્ડની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. ઓકલેન્ડ ખાતે ન્યૂઝીલેન્ડના કૃષિ અને વિદેશી બાબતોના સહ-મંત્રી ટોડ મૈકલે તથા ન્યૂઝીલેન્ડમાંભારતના હાઇ કમિશનર નીતા ભૂષણે વિમાનમથકે તેમનું સ્વાગત કર્યું હતું. સુ શ્રી મુર્મૂ આવતી કાલે રાજધાની વેલિંગ્ટનની મુલાકાત લેશે. ગવર્મેન્ટ હાઉસ ખાતે તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. તેઓ ન્યૂઝીલેન્ડના ગવર્નર જનરલ કિરો અને પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લુક્સોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સુશ્રી મુર્મૂ એકશિક્ષણ સંમેલનને સંબોધન કરશે અને ત્યાં વસતા ભારતીય સમુદાયના લોકો સાથે સંવાદ કરશે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 8:19 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજથી ન્યૂઝીલેન્ડની બે દિવસની મુલાકાતે
