ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 4, 2024 8:13 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ આવતી કાલે નવી દિલ્હીમાં ગુજરાતના બે સહીત 50 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે નવી દિલ્હીમાં ગુજરાતના બે સહીત 50 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 એનાયત કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો હેતુ દેશના કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનને સંન્માનિત કરવાનો છે. એવોર્ડ માટે એવા શિક્ષકો પસંદ થયા છે જેમણે માત્ર શાળા શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યો નથી પરંતુ વિદ્યાર્થીઓના જીવનને પણ સમૃદ્ધ બનાવ્યું છે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ વિભાગના 16 શિક્ષકો અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના 16 શિક્ષકોને પણ પુરસ્કાર આપવામાં આવશે. દરેક એવોર્ડમાં પ્રમાણપત્ર, 50 હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર અને રજત ચંદ્રક આપવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ