રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જન્માષ્ટમીના પર્વ નિમિતે વિદેશમાં વસતા તમામ નાગરિકો અને ભારતીયોને શુભેચ્છા પાઠવી છે. પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આનંદનો આ તહેવાર આપણને ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય આદર્શો પ્રત્યે સમર્પિત થવાની પ્રેરણા આપે છે. સુશ્રી મુર્મુએ કહ્યું કે શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ, સમગ્ર માનવતા માટે પ્રેરણા અને જ્ઞાનનો શાશ્વત સ્ત્રોત છે. તેમણે વધુમાં ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોને આત્મસાત કરવા અને દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે કામ કરવાનો સંકલ્પ કરવા સૌને વિનંતી કરી.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જન્માષ્ટમીના પર્વ નિમિતે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. એક સંદેશમાં શ્રી ધનખડે કહ્યું કે આ તહેવાર ધર્મના શાશ્વત મૂલ્યો, બુરાઈ પર ભલાઈની જીત, તેમજ સત્ય અને કરુણા આધારિત જીવનનું મહત્વ દર્શાવે છે.
Site Admin | ઓગસ્ટ 25, 2024 7:46 પી એમ(PM)
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ જન્માષ્ટમીના પર્વ નિમિતે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
