સંસદમાં રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુના અભિભાષણ પર જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કૉંગ્રેસ અને તેના સાથી પક્ષો લોકોમાં ભ્રામક માન્યતાઓ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભ્રામકવાતો ફેલાવવા છતાં તેમણે લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રી મોદીએ લોકસભા ચૂંટણીમાં પરિપક્વ વિચાર અને સમજદારી દાખવવા બદલ દેશના લોકોની સરાહના કરી.તેમણે કહ્યું કે લોકોએ સરકારની નીતિઓ, ઇરાદા તેમજ સમર્પણ પ્રત્યે વિશ્વાસ દર્શાવ્યો છે. ચર્ચાના જવાબમાં શ્રી મોદીએ વિપક્ષના નેતાનું નામ લીધા વિના રાહુલગાંધી પર નિશાન સાધતા અગ્નિવીર, ટેકાના ભાવ મુદ્દે ગૃહને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો. પ્રધાનમંત્રીએકૉંગ્રેસ પર બંધારણ અને અનામત મુદ્દે ભ્રામક માહિતી ફેલવવાનો તેમજ લોકસભાચૂંટણીમાં લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો. તેમણે કહ્યું કે કૉંગ્રેસ પોતાનીઆર્થિક નીતિઓ અને વિભાજનકારી રાજકારણથી અરાજકતા ફેલાવી રહી પ્રધાનમંત્રીના ભાષણ દરમિયાન વિપક્ષી સાંસદ વિવિધ મુદ્દાઓ પર હોબાળોકરતા જોવા મળ્યા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષના વ્યવહાર અંગે નારાજગી વ્યક્તકરતા તેમને ગૃહમાં વ્યવસ્થા અને શિસ્ત જાળવી રાખવા ટકોર કરી હતી.
Site Admin | જુલાઇ 2, 2024 8:08 પી એમ(PM) | નરેન્દ્ર મોદી | પ્રધાનમંત્રી