રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા- NISIRના વિદ્યાર્થીઓ સાથે માનવતા અને દેશ માટે પોતાના શિક્ષણ અને જ્ઞાનનો ઉપયોગ કરવા જણાવ્યું. ભુવનેશ્વર ખાતે આજેસંસ્થાના 13મા પદવીદાન સમારોહને સંબોધિત કરતાં શ્રીમતી મુર્મૂએ આ સંસ્થાના સ્નાતકવિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાકહ્યું કે, તેઓ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠકાર્ય કરીને દેશનું નામ રોશન કરે.રાષ્ટ્રપતિ મુર્મૂએ શિક્ષણને અમૃત સમાન ગણાવતા કહ્યું કે, ભારતીય ભૌતિકશાસ્ત્રી સર સી. વી.રામન અને પ્રખ્યાત ખગોળવિજ્ઞાની, ગણિતજ્ઞ અને વિદ્વાન પઠાની સમંતા જેવા અવિસ્મરણીય વ્યક્તિત્વના નિર્માણમાંશિક્ષણનું જ યોગદાન છે. રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને કહ્યું કે, તેઓ ભણતર અને સંશોધન દરમિયાનવિજ્ઞાન અને ટેકનોલૉજીનો દુરૂપયોગ ન કરે. રાષ્ટ્રપતિ પૂરીમાં રથયાત્રા અને અન્ય સમારોહમાં ઉપસ્થિત રહેવા માટેશનિવારથી પોતાના ગૃહ રાજ્ય ઓડિશાનાં ચાર દિવસનાં પ્રવાસે છે. તેઓ આજે સાંજેદિલ્હી પરત આવશે.
Site Admin | જુલાઇ 9, 2024 7:58 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ