રામનગરી અયોધ્યામાં આ વર્ષે ભવ્ય દિપોત્સવ યોજાશે, જ્યાં નગરનાં વિવિધ ઘાટપર દિવા પ્રગટાવવાના અગાઉનાં તમામ વિક્રમ તૂટશે. એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, આ દિવાળી ઐતિહાસિક છે કારણ કે શ્રી રામના મંદિરને હજારો દિવાથી પ્રજ્વલિત કરવામાં આવશે. દરમિયાન, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ નાગરિકોને આવતી કાલે પોતાનાં ઘરોમાં દિવા પ્રજ્વલિત કરીને દિવાળી મનાવવા વિનંતી કરી છે.બીજી બાજુ, અયોધ્યામાં આવતી કાલે ભવ્ય દીપોત્સવ માટેની તૈયારી પૂરજોશમાં ચાલુ છે. પવિત્ર સરયુ નદીનાં વિવિધ ઘાટપર કુલ 28 લાખ દીવાઓ ગોઠવવામાં આવ્યા છે, જે વિશ્વ વિક્રમ બનશે. સમગ્ર અયોધ્યામાં 35 લાખથી વધુ દીવાઓ થવાની સંભાવના છે.
Site Admin | ઓક્ટોબર 29, 2024 6:56 પી એમ(PM)
રામનગરી અયોધ્યામાં આ વર્ષે ભવ્ય દિપોત્સવ યોજાશે
