ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 31, 2025 6:56 પી એમ(PM) | ઈદ

printer

રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં આજે ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઇ

રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં આજે ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઇ. ભરૂચ જિલ્લામાં મુસ્લિમોએ મસ્જીદોમાં ઇદની ખાસ નમાજ અદા કરી હતી. ભરૂચ જિલ્લામાં ઇદની નમાજ બાદ મુસ્લિમ ભાઇઓ એકબીજાને ગળે મળીને ઇદની ખુશી મનાવતા જોવા મળ્યા હતા.આ પ્રસંગે હિન્દુભાઇઓએ પણ મુસ્લિમ બિરાદરોને ઇદની મુબારબાદ પાઠવી હતી.
મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઇદ નિમિત્તે નમાઝ અદા કરી ભાઈચારા સાથે ઉજવણી કરી.
ભાવનગરમાં ઈદની નમાઝ બાદ તમામ મુસ્લીમ બિરાદરોએ કબ્રસ્તાનમાં જઈ મર્હુમોની કબર ઉપર ફૂલ ચઢાવી દુવાઓ કરવામાં આવી હતી. નમાઝ બાદ મુસ્લીમ બિરાદરોએ દેશ અને દુનિયામાં શાંતિ, સુખ, અને ભાઇચારો કાયમ રહે તેવી દુવાઓ પણ કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ