ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 26, 2025 2:54 પી એમ(PM) | gujarat republic day | Republic Day | Republic Day Parade

printer

રાજ્ય સહિત દેશભરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી

રાજ્ય સહિત દેશભરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ખેડા જિલ્લાનાં કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી.

રાજકોટ-
રાજકોટ જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી કોટડા સાંગાણીમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી. જ્યારે શહેર કક્ષાની ઉજવણી ચૌધરી હાઈસ્કૂલ ખાતે દેશભક્તિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ.

ભરૂચ-
ભરૂચ જિલ્લા કક્ષાની દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણીમાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે ધ્વજવંદન કરાયું. ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓએ જોડાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

મહીસાગર-
મહીસાગર જિલ્લામા 76માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી સંતરામપુરના આઝાદ મેદાન ખાતે જિલ્લા કલેકટર નેહા કુમારીની અધ્યક્ષતામાં કરવામાં આવી.

સુરેન્દ્રનગર-
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં કલેકટર કે.સી.સંપટનાં અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

છોટાઉદેપુર-
છોટાઉદેપુરના જેતપુર પાવી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી હતી અને તાલુકાના વિકાસ માટે મંત્રીશ્રીએ તાલુકા વિકાસ અધિકારીને ર લાખ ૨પ હજાર રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો…1

વલસાડ-
વલસાડમાં વાપી ખાતે જિલ્લા કક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. જિલ્લાના વિકાસ માટે 25 લાખ રૂપિયાનો ચેક શ્રી દેસાઈના હસ્તે કલેકટરને અર્પણ કરાયો.

ડાંગ-
ડાંગ જિલ્લાના સુબિર ખાતે 76 મો પ્રજાસત્તાક પર્વ ઉજવાયો. જેમાં જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર બી.બી. ચૌધરીએ તેમના પ્રજાજોગ સંબોધનમાં લોકોને વહિવટી તંત્ર વતી પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી અને ઉજ્જવળ ભવિષ્યના આશીષ પાઠવ્યા હતા.

જામનગર-
જામનગર જિલ્લા કક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે વનમંત્રી મૂળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યાં હતાં. અને લોકોને શુભેચ્છા પાઠવી હતી. 76માં પ્રજાસત્તાક દિવસની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. આજનાં 76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ શુભકામના પાઠવી હતી.

બોટાદ-
બોટાદના સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવને તિરંગાનો શણગાર કરવામાં આવ્યો. દાદાના શણગાર અને આરતી દર્શનનો લ્હાવો હજારો ભકતોએ લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ