રાજ્ય સહિત દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો ગઈકાલથી આરંભ થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના પોતાના નિવાસસ્થાનેથી ત્રિરંગો લહેરાવી “હર ઘર તિરંગા અભિયાન”નો પ્રારંભ કરાવ્યો હતો.. રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી આ અભિયાનની ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં તિરંગા યાત્રા યોજાશે.. રાજ્યમાં આ અભિયાન અંતર્ગત 40થી 50 લાખ તિરંગાનું વિતરણ કરાશે.
આ વર્ષે “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત રાજ્યભરમાં તિરંગા રેલી, તિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કૉન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમ જ તિરંગા મેળા જેવા વિવિઘ કાર્યક્રમ યોજવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 9, 2024 8:22 એ એમ (AM) | હર ઘર તિરંગા