રાજ્ય સહિત દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય અવકાશ દિવસની આ વર્ષની થીમ છે- “ચંદ્રમાને સ્પર્શ કરતા જીવનને સ્પર્શ કરવોઃ ભારતની અવકાશ ગાથા.” ઉલ્લેખનીય છે કે, 23 ઓગસ્ટ, 2023એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 નું સોફ્ટ લેન્ડીંગ કરીને ભારતે ઇતિહાસ રચ્યો હતો, જેની ઉજવણીના ભાગરૂપે આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
આણંદના હાડગુડ ગામની પીએમશ્રી સ્કૂલમાં રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી.. ઈસરોના નિવૃત એન્જીનીયર નીગન પ્રજાપતિ દ્વારા વિદ્યાર્થીઓને ભારતીય અવકાશી વિજ્ઞાનમાં આજે શું પ્રગતિ થઇ રહી છે, તેની માહિતી આપવામાં આવી હતી.
Site Admin | ઓગસ્ટ 23, 2024 3:24 પી એમ(PM) | #Akashvani AkashvaniNews