રાજ્ય સહિત દેશભરમાં નવા વર્ષ 2025ને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ છે. રાજ્યના તમામ પર્યટક સહિતના મહત્વના સ્થળો પર લોકો 31મી ડિસેમ્બરની ઉજવણી કરવા પહોંચી ગયા છે
ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને રાજ્યભરની પોલીસે પણ વિશેષ વ્યવસ્થા કરી છે. ગાંધીનગર પોલીસ આજે 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખી શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પૉઈન્ટ પર સઘન તપાસ હાથ ધરી રહી છે. ઇન્ફૉ સિટી અને ગિફ્ટ સિટી વિસ્તારમાં પોલીસ દ્વારા વિશેષ તપાસ કરાશે. ઉપરાંત નશીલા પદાર્થના સેવન કરીને ગાડી ચલાવતા ચાલકો ઉપર પોલીસ ચાંપતી નજર રાખશે. છેલ્લા એક અઠવાડિયામાં પોલીસે કાળી પટ્ટી લગાવેલી 60થી વધુ ગાડીઓ જપ્ત કરી છે. આજે આખી રાત રેન્જ વડા, જિલ્લા પોલીસ અધિક્ષક સહિતનો સ્ટાફ તપાસ હાથ ધરશે. આ અંગે
ગાંધીનગરના નાયબ જિલ્લા પોલીસ વડા ડી. ટી. ગોહિલે માહિતી આપી હતી.
Site Admin | ડિસેમ્બર 31, 2024 7:04 પી એમ(PM)