રાજ્ય સહિત દેશભરમાં આગામી સપ્ટેમ્બર મહિનાથી પશુધન વસ્તી ગણતરી યોજાશે.ડિસેમ્બર સુધી થનારી આ પશુઓની વસ્તી ગણતરીમાં પ્રથમવાર વિચરતા પશુઓનો પણ સમાવેશ કરાયો છે.. રાજ્યની ૨૮ સહિત દેશભરની આશરે ૨૧૯ જેટલી પશુ જાતોની ગણતરી કરવામાં આવશે.પ્રથમવાર મોબાઈલ એપના ઉપયોગ સાથે એક લાખથી વધુ કર્મચારીઓ વસ્તી ગણતરીમાં ડેટા એકત્ર કરવાના કામમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, પશુધન વસ્તી ગણતરી કરતો ભારતવિશ્વનો એકમાત્ર દેશ છે.વર્ષ ૨૦૧૯ની પશુધન વસ્તી ગણતરીમાં રાજ્યમાં ૨૬૮ લાખ પશુધન હતું..
Site Admin | ઓગસ્ટ 2, 2024 3:12 પી એમ(PM) | પશુધન