આજે રાજ્ય સહિત દેશભરમાં અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિતે સુશાસન દિવસની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે.
ભાવનગરમાં આજે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે. જેને લઈ શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. અને પ્રશાસન ગાંવ કી ઔર વિષયવસ્તુ હેઠળ સુશાસન સપ્તાહ નિમિત્તે ભાવનગરના ઈનચાર્જ નિવાસી અધિક કલેક્ટર પ્રતિભા દહિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ શિબિરમાં સરકારી નીતિઓ. યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ વધારવા વિચાર- વિમર્શ કરાયો હતો.
મહિસાગર જિલ્લા કલેક્ટર કેચેરી ખાતે સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. જેમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ અને ઈમર્જિન્ગ શ્રેણીમાં પસંદ થયેલી કચેરીને સન્માનિત કરવામાં આવી.
આજે સાંજે ભુજ અદાણી ઓડિટોરિયલ જી.કે જનરલ હોસ્પિટલ ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે.
ગાંધીનગરમાં યોજાનારા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં રાજકોટના કલેક્ટર પ્રભવ જોશી અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ અન્ય અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાશે.
‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત ડાંગ જિલ્લાના મહેસૂલ વિભાગને રાષ્ટ્રીય સ્તરનો ‘ભૂમિ પુરસ્કાર’, જ્યારે કૃષિ ખેતીવાડી વિભાગને ‘સિલ્વર સ્કોચ પુરસ્કાર’ અને ડાંગ પોલીસ પ્રશાસનને ‘ગોલ્ડ સ્કોચ પુરસ્કાર’ મળ્યો છે.
Site Admin | ડિસેમ્બર 25, 2024 8:07 એ એમ (AM) | અટલ બિહારી વાજપેયી