ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 18, 2024 6:52 પી એમ(PM)

printer

રાજ્ય સહિત દેશભરના ઐતિહાસિક સિમાચિહ્નનોને યાદગાર બનાવવા આગામી વર્ષ 2025માં સમગ્ર રાજ્યમાં વિવિધ ઉજવણી કરાશે

રાજ્ય સહિત દેશભરના ઐતિહાસિક સિમાચિહ્નનોને યાદગાર બનાવવા આગામી વર્ષ 2025માં સમગ્ર રાજ્યમાં વિવિધ ઉજવણી કરાશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘ભવ્ય ઉજવણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સંચાલન સમિતિ અને મુખ્ય સચિવની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે.’

તેમણે ઉમેર્યું, ભારતના બંધારણને 75 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે “સંવિધાનનો અમૃત મહોત્સવ” વિષયવસ્તુ આધારિત વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. ઉપરાંત ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિ નિમિત્તે રાજ્યમાં આગામી વર્ષ 2025ને “જનજાતીય ગૌરવ વર્ષ” તરીકે ઉજવવામાં આવશે. સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ અને દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજયેપીની 100મી જયંતિના ઉપલક્ષ્યમાં પણ ઉજવણી કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ