રાજ્ય સરકાર IVF એટલે કે, ઇન વિટ્રોફર્ટિલાઈઝેશનથી ગર્ભધારણ કરતા પશુઓ માટે પશુપાલકોને 5 હજાર રૂપિયાની સહાય ચૂકવશે. રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે પશુપાલકો બહોળા પ્રમાણમાં IVF તકનીકનો ઉપયોગ કરી શકે તે માટે પ્રાયોગિક તબક્કે બનાસકાંઠા, સાબરકાંઠા,મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને આ સહાય અપાશે. આગામી સમયમાં અન્ય જિલ્લાઓમાં પણ માગ અને જરૂરિયાત પ્રમાણે યોજનાનું વિસ્તરણ કરાશે. રાજ્ય સરકારના નિર્ણયથી પશુપાલકને થતા 24 હજાર 780 રૂપિયાના ખર્ચ સામે ભારત સરકાર, રાજ્યસરકાર, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તેમ જ ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ લિમિટેડ તરફથી 19 હજાર 780 રૂપિયાની સહાય મળશે. એટલે પશુપાલકને પશુદીઠ માત્ર 5 હજાર રૂપિયાનો જ ખર્ચ થશે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 7:25 પી એમ(PM) | ivf | પશુપાલકો