રાજ્ય સરકાર નાં પ્રવાસન વિભાગ તથા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રનાં સહકારથી તેમજ એક NGO દ્વારા આજે વર્લ્ડ સનકન સિટી ડે નિમિતે શ્રી કૃષ્ણ જલ જપા દીક્ષા કાર્યક્રમ યોજાશે. સવારે 9 વાગ્યા થી પંચ કુઈ સમુદ્રકાંઠે 7 સ્કુબા ડ્રાઇવરો દરિયામાં જઈને શ્રી ક્રિષ્ના જલાં જપા દીક્ષા કરશે અને સમુદ્ર કાઠે 70 લોકો જલા જપાં દીક્ષા લેશે તથા પૂજન હવન કરશે. આ કાર્યક્રમ જય દ્વારકા મુહીમ અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકારનાં સહયોગથી થવા જઈ રહ્યો છે. રાજ્ય પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા વિશેષ હાજર રહેશે.
Site Admin | ડિસેમ્બર 21, 2024 8:35 એ એમ (AM)