રાજ્ય સરકાર દ્વારા 32 નગરપાલિકાઓને 60 સ્થળોએ સૉલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા 45 કરોડ 37 લાખ રૂપિયા ફાળવવાની મંજૂરી અપાઈ છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી નગરપાલિકાઓને સહાય ફાળવવામાં આવી છે.
સત્તાવાર યાદીમાં જણાવાયું કે, વીજળી બિલ ખર્ચમાં ઘટાડા સાથે નગરપાલિકાઓમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના વધુને વધુ ઉપયોગને પ્રોત્સાહિત કરવા આ પ્લાન્ટની સ્થાપના કરાશે, જેનો હેતુ નગરપાલિકાઓ પોતાના STP એટલે કે, ગટરના પાણીના શુદ્ધિકરણ સંયંત્ર, WTP એટલે કે, પાણી શુદ્ધિકરણ સંયંત્ર પમ્પિન્ગ સ્ટેશન્સ, નગરપાલિકાના બાંધકામોમાં સૉલાર પ્લાન્ટ સ્થાપીને સોલાર વીજ ઉત્પાદનથી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 7:16 પી એમ(PM)