રાજ્ય સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત થતી કામગીરીના યોગ્ય અમલીકરણ અને સમીક્ષા માટે રચવામાં આવેલી સમિતિમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, સમિતિમાં અમદાવાદના સાંસદ દિનેશ મકવાણા, સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા, મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ તેમજ રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
દરમિયાન, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી વિધાનસભાના કલારાણી ગામે હાટ બજારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બજારમાં વેપારીઓએ 53 જેટલી દુકાનો લગાવી છે.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 3:16 પી એમ(PM) | સાંસદ જશુભાઈ રાઠવા
રાજ્ય સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત થતી કામગીરીના યોગ્ય અમલીકરણ અને સમીક્ષા માટે રચવામાં આવેલી સમિતિમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાને સ્થાન આપવામાં આવ્યું
