રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2007-08થી ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવી છે. હવે પંચાયત દ્વારા ગ્રામજનોને 67 પ્રકારનાં પ્રમાણપત્ર 20 રૂપિયામાં આપવામાં આવશે. ગ્રામજનોને ગામડામાં જ ક્રિમિલેયર, આવકનો દાખલો, રેશનકાર્ડમાં ફેરફાર, કેરેક્ટર સર્ટિફિકેટ મળી જશે. આ માટે તાલુકા-જિલ્લા કક્ષાએ ધક્કો નહીં ખાવો પડે. આ માટે નાગરિકોએ ઇ-ગ્રામ પંચાયત મારફત ફોર્મ ભરવાનું રહેશે અને પછી આ ફોર્મ જે તે તાલુકા કક્ષાના અધિકારીઓને સબમિટ થશે અને પછી તેમની સહી થઇને પરત આવતા નાગરિકોને આ પ્રમાણપત્ર મળશે
આ યોજના મારફત ગ્રામપંચાયતોમાં વીસીઇ-વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર મારફત ઇ-ગ્રામ સેવા પૂરી પાડવામાં આવે છે.
Site Admin | જાન્યુઆરી 31, 2025 3:06 પી એમ(PM) | રાજ્ય સરકાર
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2007-08થી ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવી
