રાજ્ય સરકાર દ્વારા રવી માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત 2 હજાર 425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે. આ માટે 13 જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાંથી 33 હજાર 863 ખેડૂતોએ નોંધણી કરાવી છે. હાલમાં પણ ઑનલાઈન નોંધણી પ્રક્રિયા કાર્યરત છે.
પહેલી માર્ચથી શરૂ થનારી ઘઉંની ખરીદી માટે 194 ખરીદ કેન્દ્ર અને વિવિધ જિલ્લાઓમાં તાલુકાકક્ષાએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે 20 નવા ખરીદ કેન્દ્ર એમ કુલ 214 ખરીદ કેન્દ્ર શરૂ કરાશે. નોંધણી બાબતે કોઈ મુશકેલી જણાય તો હેલ્પલાઈન નંબર 85111 71718 તથા 85111 71719 ઉપર સંપર્ક કરવા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવાયું છે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 7:13 પી એમ(PM)