રાજ્ય સરકાર દ્વારા મહત્વની પરિયોજના સાથે સંકળાયેલા 142 કિલોમીટરના કુલ પાંચ જેટલા રસ્તાઓના રિસર્ફેસિંગ માટે 131 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.
સત્તાવાર યાદી મુજબ, 22.40 કિલોમીટરના પેથાપુર-નારદીપુર-ખેરવા માટે 27 કરોડ 75 લાખ રૂપિયા, 31.85 કિલોમીટરના જામનગર-લાલપુર-વેરાદ માટે 18 કરોડ 2 લાખ રૂપિયા, 24 કિલોમીટરના નડિયાદ-પેટલાદ-ખંભાત માટે 23 કરોડ 45 લાખ રૂપિયા, 20.45 કિલોમીટરના ચિખલી-ધરમપુર રસ્તા માટે 19 કરોડ 98 લાખ રૂપિયા અને 43.50 કિલોમીટરના ભુજ-મુન્દ્રા માટે 42 કરોડ 51 લાખ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા રાજ્યમાં હાથ ધરાઈ રહેલી મહત્વની પરિયોજના સાથે આ તમામ માર્ગ સંકળાયેલા છે.
. . . . . . . . . . . .
Site Admin | ડિસેમ્બર 19, 2024 7:54 પી એમ(PM) | રાજ્ય સરકાર