રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષના પહેલા દિવસે ગઈકાલે પોરબંદર-છાયા નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે.
પોરબંદરના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે, પોરબંદરમાં હવે વહીવટદારનું શાસન આવશે અને છ મહિનામાં ચૂંટણી યોજી પોરબંદર મહાનગરપાલિકાને કાર્યરત્ કરી દેવાશે. પોરબંદરમાં હવે માળખાકીય નિયમો બદલાશે. તેમજ પોરબંદરમાં વનાણા, દિગ્વિજયગઢ, રતનપર અને જાવર ચાર ગામનો સમાવેશ થતા પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારની હદ ત્રણ દિશાઓમાં 10-10 કિલોમીટર સુધી ફેલાશે.
Site Admin | જાન્યુઆરી 2, 2025 8:43 એ એમ (AM)