રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં હિમોફિલિયાના દર્દીઓને 30 હજાર રૂપિયાની કિંમતના 11,000થી વધુ ઇન્જેક્શન વિનામૂલ્યે અપાયા છે. વર્ષ 2012માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હિમોફિલિયાના દર્દીઓને નિ:શુલ્ક ઇન્જેક્શન આપવાની શરૂઆત કર્યા બાદ શારીરિક ખોડખાપણ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
હાલ રાજ્યમાં હિમોફિલિયાના 3 હજાર દર્દી છે, જેમાંથી 500થી વધુ દર્દીઓ સુરતમાં છે. રાજ્યનું એકમાત્ર હિમોફિલિયા કેર સેન્ટર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત્ છે. આ સેન્ટરમાં દર્દીઓને વિના મૂલ્યે સંભાળ, રક્ત પરીક્ષણ અને સારવાર આપવામાં આવે છે.
અહીં ઉચ્ચ કક્ષાની સારવાર અને સંભાળ ઉપલબ્ધ હોવાને કારણે અન્ય રાજ્યો તથા ભારત ઉપરાંત ઝામ્બિયા, દુબઈ જેવા દેશોમાંથી પણ દર્દીઓ સુરતના હિમોફિલિયા કેર સેન્ટરમાં સારવાર હેતુ આવે છે.
Site Admin | જાન્યુઆરી 22, 2025 11:53 એ એમ (AM)
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં હિમોફિલિયાના દર્દીઓને 30 હજાર રૂપિયાની કિંમતના 11,000થી વધુ ઇન્જેક્શન વિનામૂલ્યે અપાયા
