ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 18, 2025 6:14 પી એમ(PM) | રાજ્ય સરકાર

printer

રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ખરીદી માટે આજથી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવવાની શરૂઆત કરાઇ

રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ખરીદી માટે આજથી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવવાની શરૂઆત કરાઇ છે. આ માટે 14 માર્ચથી રાજ્યના તમામ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને ઉત્પાદનના પોષણ ક્ષમ ભાવ મળી રહે તે હેતુથી કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગેનું આયોજન કરાયું છે. જેમાં 2024-25ના વર્ષ માં ચણાના પાક માટે 5 હજાર 650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાક માટે 5 હજાર 950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ