રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી મકાઈ, બાજરી, જુવાર અને રાગીની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરાશે. લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો એકથી 30 ઍપ્રિલ સુધી ઑનલાઈન નોંધણી કરાવી શકશે. ખેડૂતોને બાજરી, જુવાર અને રાગી માટે ટેકાના ભાવ સિવાય પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનું બૉનસ અપાશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
આગામી પહેલી મેથી 15 જુલાઈ દરમિયાન થનારી આ ખરીદી માટે નોંધણી કરાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. નોંધણી અંગે કોઈ મુશ્કેલી જણાય તો ખેડૂતો હેલ્પલાઇન નંબર 85111 71718 અને 85111 71719 પર સંપર્ક કરી શકશે.
Site Admin | માર્ચ 28, 2025 6:27 પી એમ(PM)
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી મકાઈ, બાજરી, જુવાર અને રાગીની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરાશે
