રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ સાત હજાર 550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરાશે. ઈચ્છુક ખેડૂતો આગામી ત્રણથી 20 ફેબ્રુઆરી સુધી ઈ-સમૃદ્ધિ પૉર્ટલ પર ઑનલાઈન તેમ જ ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE એટલે કે, ગ્રામ કમ્પ્યુટર સાહસિક મારફતે નાફૅડના ઈ-સમૃદ્ધિ પૉર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે.
તુવેરની ખરીદી માટે રાજ્યભરમાં 206 ખરીદ કેન્દ્ર સૂચિત કરાયા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. કૃષિમંત્રીએ ખાતરી આપી છે કે, ખેડૂતો પાસેથી તુવેર પાકની પૂરતા પ્રમાણમાં ખરીદી કરાશે. તેમણે તુવેર પકવતાં ખેડૂતોને ખરીદીનો મહત્તમ લાભ લેવા પણ અનુરોધ કર્યો છે.
Site Admin | જાન્યુઆરી 29, 2025 6:56 પી એમ(PM) | ખેડૂતો
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ સાત હજાર 550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરાશે
